ઉંમર: માત્ર એક અંક

  • 1.8k
  • 680

જોગર્સ પાર્કમાં ચાલીસ મિનિટ ચાલ્યા પછી, જ્યારે વૃદ્ધ દંપતી શ્વાસ લેવા બેઠા, ત્યારે પદ્મિનીએ તેના પતિને ઉત્સાહપૂર્વક કહ્યું. “પ્રભુનો આભાર કે હવે તમે નિવૃત્ત થઈ ગયા! તમને ખબર છે પાર્થ, હું ક્યારની આ દિવસની રાહ જોઈ રહી હતી."પાર્થે એક ઊંડો નિસાસો લીધો અને આસપાસ નજર નાખી. યુવાન લોકો જોરશોરથી કસરત કરી રહ્યાં હતાં, જે હવે તેના બસની વાત નહોતી. તે હસી પડ્યો. “કેમ? શું હવે તને વર્લ્ડ ટૂર પર જવું છે?" તેણે મજાક કરી અને વધુ હસ્યો. બંને વચ્ચે, તેની પત્નીનો ઉત્સાહ એક અલગ સ્તરનો હતો. પચાસ વટાવ્યા પછી પણ, તે એ બધું અનુસરતી હતી જેમાં તેનું હ્રુદય વસતું હતું;