આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 24

  • 2.6k
  • 2
  • 1.2k

*.........*.........*.........*.........*.........*પાછળની સીટમાં બેઠેલા એક યુવાને પાનની પિચકારી મારી અને આભા એનાં પર તૂટી પડી...." કંઈ ભાન છે કે નહીં.? પાન-માવા ખાઈને ગમે ત્યાં થૂંકો છો. આગળ પાછળ બેઠાં હોય એનું તો ધ્યાન રાખો."" માફ કરજો. હવે ધ્યાન રાખીશ." એ યુવાને માફી માંગી લીધી.એ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. પણ આભાના મનમાં કેટલાક સંવાદો ઉમટી આવ્યા." હું તારી કસમ ખાઉ છું, હવે હું પાન-મસાલાને હાથ પણ નહીં લગાડું."" આવું તમે દર વખતે કહો છો.. મેં સગાઈ પહેલાં જ કહ્યું હતું કે પાન- માવા ખાવા વાળા લોકો પ્રત્યે મને નફરત છે. અને મારો જીવનસાથી વ્યસની હોય એ મને નહીં ચાલે.. ત્યારે