સર્કસ

(17)
  • 2.1k
  • 1
  • 750

સર્કસ-રાકેશ ઠક્કરનિર્દેશક રોહિત શેટ્ટીની નવી ફિલ્મ 'સર્કસ' ને પહેલાં દિવસે બધાં જ સમીક્ષકોએ સૌથી ખરાબ ફિલ્મ જાહેર કરી દીધી હતી. બોક્સ ઓફિસની નિષ્ફળતાને ભૂલી જઇએ તો પણ હવે 'સર્કસ' ૨૦૨૨ ની સૌથી બકવાસ ફિલ્મ જાહેર થઇ ચૂકી છે. થોડા દર્શકોએ જ રોહિતની મોટી સ્ટારકાસ્ટ સાથેની અત્યાર સુધીની મનોરંજન વગરની ફિલ્મ જોવાનો અનુભવ કરવાની હિંમત બતાવી છે. કોમેડી ફિલ્મના નામ પર દર્શકો ખરેખર છેતરાયા છે. રજૂઆત પહેલાં પ્રચારમાં થયેલા રોહિતના દાવા પોકળ સાબિત થયા છે. પ્રચારના એ કાર્યક્રમોમાં લોકોને કદાચ વધારે મનોરંજન મળ્યું હતું. સ્ટારકાસ્ટે પ્રચારમાં ખોટી પ્રશંસાનો જે અભિનય કર્યો હતો એ ફિલ્મ કરતાં વધુ સારો હતો. એમ લાગે છે