દશાવતાર - પ્રકરણ 43

(73)
  • 3.7k
  • 3
  • 1.8k

          શૂન્ય મજૂરો અને નિર્ભય સિપાહીઓનો કાફલો જ્યારે ઊંચી ઇમારતો વચ્ચેના સાંકડા પટ્ટામાં દાખલ થયો ત્યારે પવનનું જોર ઘટ્યું. વિરાટે એના પિતાને પૂછ્યું, “કેમ અમુક શહેરોમાં સુરંગ માર્ગો અને ભોયરા છે?”           "ખબર નહીં.” એણે કહ્યું, “કદાચ પ્રલય પહેલા લોકોએ એ બનાવ્યા હશે. અમુક લોકો કહે છે કે પ્રલય પહેલા પૃથ્વી પર ગરમી અતિશય વધી ગઈ હતી અને બહાર સૂરજના કિરણોમાં નીકળવું અશક્ય થઈ ગયું હતું. લોકોએ સૂર્યને પસંદ એવા ઓઝોન વાયુના પડનો નાશ કરી નાખ્યો એટલે એવું થયું હતું. સૂર્ય ગુસ્સે થયો હતો અને લોકોએ એ ઘટનાને સૂર્યપ્રકોપ નામ આપ્યું હતું.