‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 25-26

  • 2.7k
  • 1.1k

25 તારબૂચાથી યાત્રા શરૂ થશે. તારબૂચા સુધી અમે જીપમાં જઈશું. તારબૂચે એટલે પ્રાર્થના-ધ્વજનો દંડ. આ જગ્યા કૈલાસના ચરણોમાં છે. વિશાળ આંગણા જેવી. વચોવચ ઝંડો રોપાયેલો છે અને એના ડંડા સાથે હજારો ધજાઓ બંધાયેલી છે, બૌધ્ધ પ્રાર્થના મંત્રોની. ચારે દિશાઓમાં પાંચે રંગ હવામાં ફરફરી રહ્યા છે. લાલ, વાદળી, સફેદ, લીલો, પીળો. હમણાં-હમણાં જ સાગાદાવા ઉત્સવ પર દંડ બદલવામાં આવ્યો છે. આ વખતે ઝંડો એકદમ સીધો છે. ન એ કૈલાસ તરફ નમ્યો છે, ન બીજી બાજુ. આ શુભ સંકેત છે. એક તરફ નમેલો હોય તે ખરાબ છે, કૈલાસ તરફ નમ્યો હોય તો ભયંકર છે ! તિબેટીઓ આવું માને છે. આ જ યમદ્વાર