કુંવર

  • 3.6k
  • 1.2k

● કુંવર ●અમારી સ્કૂલમાં અપડાઉનની સાથે હોસ્ટેલની પણ સુવિધા હતી. હું અને મારા મોટા ભાગના મિત્રો અપડાઉનવાળા જ હતા, તેમ છતાં અમે હોસ્ટેલમાં કામ કરતા લોકો સાથે મિત્રતા કરી લેતા. કારણ કે અમારી મસ્તીઓને તે છુપાવવામાં તેઓ અમારી મદદ કરતા હતા. તેમાંથી ઘણા અમારી મસ્તીઓને ખરેખર છુપાવતા હતા, જ્યારે તેમાંથી એવા પણ ઘણા હતા જેઓ અમારી નાની-નાની મસ્તીઓની જાણ પણ આચાર્યને કરી દેતા હતા. તેમ છતાં અમારી મસ્તીઓ ઓછી થઈ ન હતી. હું જ્યારે છઠ્ઠા ધોરણમાં હતો, ત્યારે હોસ્ટેલના જુના રસોઈયાને રજા આપીને નવા રસોઈયાને રાખવામાં આવ્યો હતો. તેની સાથે એક નવો છોકરો પણ આવ્યો હતો, જેનું નામ કુંવર હતું.