ઇમારત નજીક પહોંચતા વિરાટના ધ્યાનમાં આવ્યું કે બધા બચવા માટે જે ઇમારત તરફ દોડતા હતા એ ઇમારત એમને ખાસ સુરક્ષા આપી શકે એમ નથી. તેની છત તૂટેલી હતી. અલબત્ત ઇમારતના ઉપરના કેટલાક માળ જ ગાયબ હતા. એ પ્રલયમાં અર્ધી બચેલી ઇમારત તરફ દોટ લગાવતા હતા. જો એમાં ભોયરુ અને સુરંગ માર્ગ હોય તો જ એમનું બચવું શક્ય હતું. બચી શકશે કે નહીં એના કરતાં પણ વધુ મુંઝવતો પ્રશ્ન એ હતો કે પ્રલય કેવો હશે જેણે દીવાલ કરતાં પણ ઊંચી અને સમયસ્તંભ કરતાં પણ મજબૂત ઇમારતને અર્ધી તોડી પાડી! એ સમયે