ચોર અને ચકોરી - 50

  • 2.4k
  • 1
  • 960

(ખિસ્સામાંથી ચાવી કાઢી ને રમેશે જીગ્નેશના હાથમાં મુકી) હવે આગળ વાંચો..... ગામદેવી મંદિરની બાજુમાં આવેલા તળાવને કાંઠે ચકોરી અને જીગ્નેશ બંને બેઠા હતા.ચકોરીએ એક નાનો સ્ટીલનો ડબો કાઢ્યો અને જીગ્નેશ ની સામે ધર્યો.જીગ્નેશે જોયું કે એમા બાફેલી શીંગ હતી.એ શીંગ જોઈને એણે આંખો મીંચી લીધી.અને એ ભૂતકાળમાં સરી પડ્યો. "બા.. બા. શીંગ ખલાસ થઈ ગઈ. હજી આપને." પોતાની કાલીઘેલી ભાષામાં એણે બાને કહ્યુ.તો બા એ થોડો મીઠો ગુસ્સો દેખાડતા કહ્યુ. "બસ હો બસ.ખાલી બાફેલી શીંગથી પેટ ના ભરાય હો.બપોરે રોટલા પણ ખાવાના હોય." "પણ બા મને શીંગ બાફેલી બહુ ભાવે છે હજી આપ ને" એણે જીદ કરતા કહ્યુ. "તને કહ્યું