ધૂન લાગી - 8

  • 2.3k
  • 1.5k

"બોલો કરણજી, શું થયું? આમ અચાનક તમે ઊભાં કેમ થઈ ગયાં." અપ્પાએ પૂછ્યું. "અંકલ! અમે લાંબી મુસાફરી કરીને આવ્યાં છીએ એટલે થાકી ગયાં છીએ. If you don't mind, અમે રેસ્ટ કરી શકીએ?" કરણે પૂછ્યું. "અરે હા! આપણે વાતોમાં એટલાં મશગૂલ થઈ ગયાં કે અમને યાદ જ ન રહ્યું, કે તમે લાંબી મુસાફરી કરીને આવ્યાં છો. તમે જાઓ અને ફ્રેશ થઈને આરામ કરો." અમ્માએ કહ્યું. "Ok. તો અમે કારમાંથી બૅગ લઈને આવીએ છીએ." કૃણાલ બોલ્યો. "એ મૃદુલઅન્ના લઈ આવશે, તમે જાઓ. અંજલી તું આમની સાથે જા અને તેમને આરામ કરવાની વ્યવસ્થા કરી આપ." અમ્માએ કહ્યું. "જી અમ્મા!" અંજલી બોલી. "ચાલો! તમને