પલ્લવીબેને સુધીર તરફ જોઇને કહ્યું,”સુધીરભાઈ, આવતી કાલે એક નવા મેમ્બર આવશે આપણે ત્યાં, તો તેમના માટે રૂમ તૈયાર કરાવી દેજો.” સુધીરે માથુ હલાવ્યું અને કહ્યું,”થઇ જશે, કોણ આવે છે ગાય કે બળદ?” પલ્લવીબેન હસ્યા અને કહ્યું,”ગાય જ છે પણ જાણી લો કે થોડી મારકણી છે, એના રસ્તામાં આવી ન જતા.” સુધીર હસ્યો અને ધીમેથી લાકડીના ટેકે સીડીઓ ઉતર્યો. પછી નટુને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું,” નટુ, ઉપર રૂમ નંબર પંદરની સાફસફાઈ આજે જ પતાવી દે અને તેમાં જોઈતી વસ્તુઓ મૂકી દે જે, મારી પાસેથી લીસ્ટ લઇ જજે.” નટુએ માથું હલાવ્યું અને નીકળી ગયો. તેના ગયા પછી સુધીર મનોમન બબડ્યો,”હાશ! ઘણા