ધૂન લાગી - 5

  • 2.6k
  • 1.7k

મદ્રાસી ઢબની સફેદ સાડી પહેરીને, કાનમાં નાનાં ઝૂમખાં પહેરીને, માથે નાની બિંદી લગાવીને, આંખોંમાં કાજલ લગાવીને આજે અંજલી રૂપરૂપનો અંબાર લાગી રહી હતી. તે પોતે તૈયાર થઈને અનન્યાને બોલાવવાં માટે ગઈ. અનુ! બધાં મંદિરે જવા માટે તૈયાર થઈ ગયાં છે, તું એક જ બાકી છે. ચાલ હવે, જલ્દી કર. અંજલી અનન્યા પાસે જઈને બોલી. અક્કા! મને સરખી રીતે તૈયાર તો થવા દો. મને હજું દસ મિનિટ લાગશે. અનન્યા બોલી. અરે! આપણે મંદિરે જવાનું છે, કોઈનાં કલ્યાણમ્ માં નથી જવાનું. ચાલ હવે. તને ત્યાં કોણ જવાનું છે? આજે એ મને મળવા જ તો આવે છે. અનન્યા ધીમેથી બોલી ગઈ. શું બોલી