ધ સ્કોર્પિયન - પ્રકરણ-67

(61)
  • 3.7k
  • 5
  • 2.1k

દેવમાલિકા એનાં પિતા પાસે પહોંચી ત્યારે રુદ્રરસેલ અને સૂરમાલિકા એને લઇને પૂજાકક્ષથી થોડે દૂર એક ખાસ બેઠક વ્યવસ્થા હતી ત્યાંથી પૂજા અને બધો ઉત્સવ સરસ રીતે દેખાતો હતો અને ત્યાં એનાં નાના ચંદ્રમૌલીજી અને નાની ઉમામાલિકા બેઠા હતાં. રુદ્રરસેલ, સૂર માલિકાએ બંન્નેને નમીને આશીર્વાદ લીધાં. દેવમાલિકાએ પણ ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધાં. ચંદ્રમૌલીજી અને ઉમામાલિકા ત્યાં બેઠાં હતાં એમની આગળ પણ પૂજા સામગ્રી, તરભાણુ લોટો પવાલુ બધું સોનાનું મૂકેલુ હતું અને એક મહારાજ ત્યાં ઉપસ્થીત હતાં એવું લાગતું હતું કે તેઓ પણ સાથે સાથે કોઇ સંકલ્પ પૂજા કરી રહેલાં. રુદ્રરરેલે કહ્યું “પિતાજી આશા રાખું છું કે તમને કોઇ પણ વિધ્ન