"ચાલો બચ્ચાઓ, જલદીથી ઊઠી જાઓ. સ્કૂલે જવાનું છે. ચાલો, જલદી જલદી." અંજલી બધાં બાળકોને ઉઠાડતાં બોલી. "અક્કા! સૂવા દો ને. ઊંઘ આવે છે." વિજય ઊંઘમાં બોલ્યો. "આથી જ તમને રાત્રે વહેલાં સૂવાનું કહું છું. ચાલ, હવે જલદીથી ઉઠી જા. સ્કૂલે જવાનું મોડું થશે. ચાલો બધાં જલદીથી તૈયાર થઈ જાઓ. હું નાસ્તો બનાવી આપું છું." આટલું કહીને અંજલી રસોડામાં નાસ્તો બનાવવાં ચાલી ગઈ. અંજલીએ બધાંને નાસ્તો કરાવીને સ્કૂલે મોકલી દીધાં. સફેદ અનારકલી ડ્રેસ પહેરીને, વાળ બાંધીને, પગમાં ઘૂંઘરું બાંધીને, "ધિ ન તા દા રે દા ની, ધિ ન તા દા રે દા ની, ધિ ન તા રા ધિ ન ધિ ન