શરારા પહેરીને, વાળનું બન બનાવી અને તેમાં સૂર્યમુખીનું ફૂલ સજાવીને, ગળામાં મોટી મણકાની માળા પહેરીને, આંખે કાળા ચશ્મા લગાવીને, હાથમાં એક પર્સ લઈને, એક આધેડ ઉંમરની સ્ત્રી અંદર પ્રવેશી. "હેલ્લો પીપલ્સ! માય નેમ ઇસ રમીલા, સંબંધોનાં કરું છું રેલમછેલા, સિંગલમાંથી કરું છું પરણેલાં, શું તમે ખાઓ છો કેળા?" આવું બોલી તે અમ્મા-અપ્પા પાસે આવી. "વડક્કમ! આવો, બેસો!" અમ્મા બોલ્યાં અને રમીલાજી બેસી ગયાં. "મૃદુલઅન્ના...! આમના માટે પાણી લઈ આવો અને નાસ્તાની વ્યવસ્થા કરો." "તમને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને?" અપ્પાએ પૂછ્યું. "તકલીફ! તકલીફની તો શું વાત કરું. બસસ્ટોપથી તમારી શેરી તો સુધી સારી રીતે પહોંચી ગઈ, પણ જેવી