ધૂન લાગી - 1

(13)
  • 6.6k
  • 3
  • 3.8k

(ફોનની ઘંટડી વાગી.) વિજય ફોન ઉપાડીને બોલ્યો "હેલ્લો! કોણ બોલે છે?" "ઓય ચિર્કુટ! હાઈ- હેલ્લોને મૂક પડતું અને કોઇ મોટાને ફોન આપ." સામેથી ઘોઘરો અવાજ આવ્યો. "હા તો હું હવે કંઈ નાનો નથી, અગિયાર વર્ષનો થયો છું. જે કામ હોય એ મને કહો." વિજયે જવાબ આપ્યો. "બહુ આવ્યો અગિયાર વર્ષનો મોટો. ચાલ હવે, કોઈ સમજદાર માણસને ફોન આપ." ફરી ઘોઘરો અવાજ સંભળાયો. "તમે કોણ છો? તમને ખબર નથી, આ ઘરમાં સૌથી વધારે સમજદાર વ્યકિત હું જ છું." વિજય ફરી બોલ્યો. આ રીતે થોડીવાર સુધી બંને વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલતું રહ્યું. થોડીવાર પછી વૈશાલી અમ્મા હોલમાંથી પસાર થઈ રહ્યાં હતાં. વિજયને