દશાવતાર - પ્રકરણ 37

(73)
  • 3.9k
  • 2
  • 1.7k

          વિરાટ ગુસ્સામાં હોય ત્યારે જેમ મુઠ્ઠીઓ ખોલતો અને બંધ કરતો એ જ રીતે એ બેચેન થઈને મુઠ્ઠીઓ ખોલ બંધ કરતો રહ્યો. કદાચ એ ગુસ્સામાં હતો પણ વિરાટે નોધ્યું કે એ ગુસ્સા કરતાં ભયમાં વધુ હતો. જ્યારે પણ એ મુઠ્ઠીઓ ખોલતો તેના આંગળા ઠંડીમાં ધ્રુજે તેમ ધ્રૂજતા હતા. તેનું આંખું શરીર ધ્રુજતું હતું.           “આ છોકરો કેમ આટલો ડરેલો લાગે છે?” કેશીએ પુછ્યું, “એની સાથે પરીક્ષામાં શું થયું હશે?”           “ખબર નહીં પણ...” વિરાટે કહ્યું, “આપણે વાત ન કરવી જોઈએ. એ નિયમની વિરુધ્ધ છે.”