ચોર અને ચકોરી - 49

  • 2.6k
  • 1
  • 974

(જીગ્નેશે રમેશની દીકરીનો આખલાથી જીવ બચાવ્યો) હવે આગળ વાંચો.. નાના એવા સીતાપુર ગામમાં વાત ફેલાતા બહુ વાર ના લાગી કે.ગામમા નવા આવેલા એક યુવાને રમેશ ની દીકરી નો આખલાથી જીવ બચાવ્યો. રમેશ ને તો આખું ગામ એક માથાભારે માણસ તરીકે ઓળખતુ હતુ. પણ આખા ગામને આ બહાદુર અને પરાક્રમી જુવાનને જોવાની જાણે ઘેલછા જાગી. લોકો દોડી દોડીને નિશાળ પાસે ભેગા થવા લાગ્યા.એમા રહેમાન અને એના દાદા પણ આવ્યા.રહેમાને જીગ્નેશને આવીને ચિંતાતુર સ્વરે પૂછ્યુ. "જીગ્નેશ તને ક્યાંય લાગ્યું તો નથી ને?" "ના.ના.કાંઈ નથી થયું મને.ચિંતા ના કર" જીગ્નેશે રહેમાનને સાત્વના આપતા કહ્યું રહેમાનને જોઈને રમેશે પૂછ્યુ. "દાદા ક્યાં છે રહેમાન?" "શું