વસુધા - વસુમાં - પ્રકરણ - 73

(32)
  • 3.2k
  • 2
  • 1.7k

ગુણવંતભાઇ સવારથી ખેતરે પહોંચી ગયાં હતાં અને ભાગીયા બુધાને અને અન્ય માણસો રોકીને ખેતરમાં પૂળા અને અનાજ વગેરે રાખવાનાં મકાનની સાફસૂફી કરાવી રહ્યાં હતાં એમણે પ્લમ્બર, કડીયો, ઇલેક્ટ્રીશયન વગેરે એજન્સી એનાં કારીગરોને બોલાવી લીધાં હતાં. વસુધા- ભાવેશ- સરલા પણ પાછળથી ત્યાં આવી ગયાં હતાં. વસુધાએ સુરેશભાઇએ જે પ્લાન આપેલો ડેરીમાં વ્યવસ્થા કરવા અંગે એનો અભ્યાસ કરીને એજન્સીઓને સમજાવી રહી હતી. ભાવેશકુમાર રોડ ઉપર પડતાં ખેતરમાં મોટો ગેટ મૂકાવવાનાં અને વાહનોને આવવા જવામાં અગવડ ના પડે એ માટે કપચી-ગ્રીટ વગેરે કેવી રીતે નંખાવવા એનું આયોજન કરી રહ્યાં હતાં. સરલાએ વસુધાને કહ્યું “આ લોકોને જરૂરી સામાન મંગાવવાનો એની શું વ્યવસ્થા છે ?”