ચોરોનો ખજાનો - 20

(12)
  • 3.8k
  • 1
  • 2.1k

રાજ ઠાકોરડેનીએ પૂંછેલા પ્રશ્નનો જવાબ શું આપવો એની દુવિધામાં દિવાન અટકેલો હતો. તે જાણતો હતો કે અત્યારે ડેનીના આ પ્રશ્નનો જવાબ આપવો હિતાવહ નથી. તેમની આખી ટીમમાં અત્યારે ડેની એકમાત્ર એવું પાત્ર હતો કે જે પોતાની સૂઝબૂઝ થી બધાને આ સફરમાં ખૂબ જ મદદરૂપ થાય એમ હતો. એના પહેલા કે દિવાન, ડેનીના પ્રશ્નનો જવાબ આપે, તેમને હવેલીના ગેટની બહાર અમુક ગાડીઓના હોર્ન વાગતા સંભળાયા. હોર્નનો અવાજ સાંભળીને ડેની અને દિવાન બંનેનું ધ્યાન હવેલીના ગેટ તરફ ગયું. ડેની એકદમ સફાળો બેઠો થઈ ગયો. તેનો ચેહરો એકદમ ચમકી ઉઠ્યો. પોતાના પ્રશ્નને ભૂલીને ડેની હવે સિરતને જોવા માટે ઉતાવળો થયો. પોતાનો ઉત્સાહ હવે