“સિસ્ટર, આટલા નવા એડ્મિટ થયેલા પેશન્ટની મેં ટ્રીટમેન્ટ લખી દીધી છે.” ડૉ. આવર્ત એ વોર્ડ ના પ્રવેશ તરફ નજર નાખતા સિસ્ટર ઇન ચાર્જ ને કહ્યું. ડૉ. આવર્ત ની ઘડિયાળ માં અત્યારે રાત્રિ ના 8 વાગી ચૂક્યા હતા. વોર્ડ માં બધાની ડ્યૂટિ ની શિફ્ટ બદલાઈ ગઈ હતી પણ ડૉ. આવર્ત ને ડ્યૂટિ પર થી મુક્ત કરવા હજુ રાત્રિ ની ડ્યૂટિ ના ડોક્ટર હજુ આવ્યાં નહોતાં એટલે ડૉ. આવર્ત નું ધ્યાન વારે વારે વોર્ડ ના પ્રવેશ તરફ જતું હતું. “ સર, આ બીજા નવા એડ્મિટ થયેલા પેશન્ટ ના કેસ પેપર છે આના પર પણ જરા ટ્રીટમેન્ટ લખી આપો તો હું ટ્રીટમેન્ટ આપી