સાચા હીરા ની પરખ

  • 2.3k
  • 1
  • 786

પાટણ ની ગીતાંજલી સોસાયટી ના ઘર નં. 152/3 ના બીજા માળે આવેલ રૂમ માં સોફા પર બેસેલા ડૉ. આકાશ એ સામે બેસેલી ધરતી ને પૂછ્યું “ હું અત્યારે સર્જરિ ના પ્રથમ વર્ષ માં છું, ભવિષ્ય માં સર્જન બનીશ, હું જે ઉમદા વ્યવસાય માં છું એ જોતાં કદાચ દર્દીઓ ની સેવા માં અને સેવામાં તને અને આપણાં બાળકો ને સમય નહીં આપી શકું, શું તું મારૂ ઘર અને કુટુંબ બંને ને સાચવી લઇશ?” ધરતી એ પણ આકાશ નો હાથ પોતાના હાથ માં લઈ પ્રેમ અને વિશ્વાસ થી બસ આટલું જ કહ્યું “તમે ચિંતા ના કરો, હું બધું જ સાચવી લઇશ”