આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 21

  • 2.6k
  • 1
  • 1.2k

*..........*..........*..........*..........*..........*" તમે લોકો વાત કરો.. હું તારું ખેતર જોઈ લઉં." આકાશને એમની કૌટુંબિક વાત માં રહેવું યોગ્ય ન લાગતાં બહાનું કર્યું." આકાશ, મારા પરિવાર સાથે વાત કરતા પહેલા મારે તારી સાથે વાત કરવી છે." આદિત્ય એ કહ્યું." મારી સાથે?" આકાશ આશ્ચર્ય સાથે બોલ્યો. " હું ગોળગોળ વાતો કરીને ટાઈમ વેસ્ટ કરવા નથી માંગતો. એટલે હું તને સીધી જ વાત કરીશ." આદિત્ય બોલ્યો." હા, બોલ. શું કહેવું છે તારે?" આકાશે પૂછ્યું." આકાશ... તું આટલાં વર્ષોથી જેને શોધી રહ્યો છે એ આભા.... મારી વાઈફ છે. અને મારી અત્યારે જે પરિસ્થિતિ છે એ તું બરાબર જાણે છે. હવે મારી પાસે વધુ ટાઈમ નથી.