સેતુબંધ દૂર ક્ષિતિજ પર સૂર્ય જાણે પોતાના કિરણો ને પ્રસારી આળસ મરડી ને ઊભો થઈ રહ્યો હતો, વાતાવરણ માં આહ્લાદક શીતળતા હતી, પક્ષીઓ નો કલરવ જાણે આ વાતાવરણ ને સંગીતમય બનાવી રહ્યો હતો, પોતાના ક્વાર્ટર્સ ની બાલ્કની માં ઊભો રહેલો વચન હાથ માં રહેલી કોફી ને પૂરતો ન્યાય આપતાં આપતાં આ ખુશનુમા સવાર નો લૂત્ફ ઉઠાવી રહ્યો હતો. દૂર તિથલ ના દરિયાકિનારે ઉછાળા મારતાં મોંજા ની જેમ વચન નું મન પણ આજે ખુશીઓના ઉછાળા મારી રહ્યું હતું. તિથલ ના દરિયાકિનારે છલક નો હાથ પકડી ને ખુલ્લા પગે સવાર સવાર માં મોર્નિંગ વોક ની કલ્પના માત્ર થી દિલ માં