અમે દીકરા અને દીકરી માં ફરક જ નથી રાખતા.. આવું કહેનારા ઓ પણ ક્યારેક દીકરીના "કેમ ?" નો જવાબ આપી શકતા નથી.. "કેમ... ?" જો દીકરા ના જન્મ વખતે પેંડા વહેંચાય તો તો દીકરી ના જન્મ વખતે સહાનુભૂતિ કેમ ? જો દીકરાને મહેમાન સાથે મઝા કરવાની છૂટ અપાય તો દીકરીને મહેમાન ના સ્વાગત કરવાની ફરજ કેમ ? જો દીકરાને ઘરના કામ નહિ કરવાની સ્વતંત્રતા અપાય તો દીકરીને ઘરનું કામ શીખવાડવાનો આગ્રહ કેમ ? જો દીકરાના અભ્યાસ માટે લૉન લઇ શકાય તો દીકરીની વિદાય માટે લૉન કેમ ? જો દીકરો એના કોઈ ડરથી કકળાટ કરી શકે તો દીકરી ના ડર ને ઓળખવાની