“મામા, તમે આજે સાંજે આવી જાઓ, તમારા બધા રિપોર્ટ મારી હોસ્પિટલ માં જ કરાવી લઈએ અને મારે ત્યાં આવતા નિષ્ણાત ડોક્ટર ને બતાવી દઈએ, તમને સારું થઈ જશે.” અમદાવાદ ના એસજી હાઈવે પર સડસડાટ જતી કાર માં ડ્રાઇવ કરતાં કરતાં જ ડૉ.એકાગ્ર એ પોતાના મામાને ફોન પર કહ્યું. એ મામા કે જેમના ઘરે એકાગ્રએ પોતાના નાનપણ નું દરેક વેકેશન વિતાવ્યું હતું અને આજે એ મામા એકાગ્ર ના ઘરે આવવાના હતા છતાંય એકાગ્ર ના મોં પર ખુશી ના હાવભાવ નહોતાં. રસ્તો ભીનો હતો. કાર ચલાવતા થયેલી સહેજ ગફલત અકસ્માત ને આમંત્રણ આપી શકે એમ હોવા છતાં એકાગ્ર આજે એકાગ્ર રહી કાર