પ્રકરણ 5 : સમય અને સંજોગો ..!! એ ઊગતા સૂર્યની સવારમાં .....ક્યારેક લહેરાતો એ ધીમો ઠંડો પવન ....જાણે મૌન ભાષામાં કંઈક બોલી રહ્યો હોય ....!! અને સાથે એ ખુલ્લા પડદાઓની બારીમાંથી આવતો પ્રકાશ એ શાંત બેડરૂમને શણગારી રહ્યો છે...એવી આ ખુશનુમા સવારમાં એ બેડરૂમના બાથરૂમના બંધ દરવાજા પાછળ એક મધુર, તીણા અને ધીમા અવાજમાં ગણગણાતું એ ગીત એ વાતાવરણને વધારે પ્રફુલ્લિત બનાવી રહ્યું છે..... થોડીવાર પછી એ જ સુંદર ગણગણાટ સાથે એ દરવાજાનો ખુલવાનો ધીમો અવાજ આવે છે..... એ શાયરી પોતાના મધુર સ્વર સાથે દરરોજની જેમ એ અરીસા સામે આવી પોતાને નિહાળતી નિહાળતી તૈયાર થાય છે.... દરરોજની જેમ જ રોહન