કોને ભૂલુંને કોને સમરુ રે - 169

  • 1.8k
  • 790

ચંદ્રકાંત સોમવારે સાંજે મોટીબેનને ઘરે પહોંચ્યા...ત્યારે ભાણીયો મામાને જોઇને ખુશ થઇગયો...મામાએ કેડબરી હાથમા પકડાવી...બન્ને થોડી પકડાપકડી રમ્યા પછી નિયમ પ્રમાણે મામાએહારવાનું હતુ એટલે મામાએ સરેંડર કરી દીધુ.."અરે ભાઇ તું તો બહુ જબરો હો ...જો મને શ્વાસ ચડીગયો ..હારવાની પેનલ્ટી પણ કેડબરી જ હતી એટલે મામાએ બીજુ ખીસ્સુ ખાલી કર્યુ."જા બેટા નીચે મયંક બુમ પાડે છે તું મામાને જોઇને અધુરી ગેમ છોડીને આવ્યો હતો...?જા જા પીનલપણ જો ઘાંટા પાડે છે.."ભાણીયો નછુટકે મામાને છોડીને નીચે ગયો .જતા જતા મામાને વોર્નિંગ આપી"મામા હું રમીને પાછો ન આવું ત્યાં સુધી જતા નહી હોય નહીતો જો જો.."----બેન આપણા કોઇ ફઇબાના કુટુંબના સગામાં કાંદીવલી વેસ્ટથી ચંપકલાલ