કોને ભૂલુંને કોને સમરુ રે - 166

  • 1.1k
  • 1
  • 440

બીજે દિવસે એટલે રવીવારે ચંપકલાલ તાનમાં આવી ગયા હતા..કુંવરજીભાઇ શાક માર્કેટમાં મળ્યા..ત્યારે હસુ હસુ થતુ મોઢુ જોઇ મહા ચાણક્ય કુંવરજીભાઇએ છુંછી આંખથી ચંપકલાલનો એક્સરેકાઢ્યો.."શું ચંપકલાલ બહુ આમ મોજમા લાગો છો...!?જાણે ઇડરીયો ગઢ જીતીને આવ્યા હો એવું લાગેછે...હેં? નક્કી તમારા સાળાની દિકરી માટે કંઇક ખબર છે એટલે મને કહેતા નથી..!!!"આમ પણ હવામાંથી ગંધ પારખી લેવામાં એક્કા હતા કુંવરજભાઇ.કુંવરજીભાઇનુ હવામાં મારેલું તીરબરાબર નિશાન ઉપર જ લાગ્યુ...ચંપકલાલ ગેંગેફેંફે થઇ થોથવાઇ ગયા"અરે ના ભઇ ના...આતો લોખંડબજારમા દલાલીમાં સારુ કામ મળ્યુ એટલે જરા વધારે હરખાયો બાકીતમે ધારો છો એવું કંઇ નથી હોં..અને તમેતો અમારા વડિલછો એટલે તમને પુછ્યા વગર તો અમે પાણીયે ન પીએ..."કુંવરજીભાઇ સમજી