કોને ભૂલુંને કોને સમરુ રે - 165

  • 1.7k
  • 674

એ સાંજે એક કપોળ સજ્જન ઉમ્મર અંદાજે પચાસ આસપાસનાં પતિપત્નીએ બેલ મારી જયાબેનચોંકી ગયા . આ ઘડીયાલમાં જોઇ બબડ્યા “આ અત્યારે રાતનાં આઠવાગે કોણ હશે ?આવા ટાઇમેકોઇએ કદાચ ભુલથી બેલ વગાડી હોય એમ પણ બંને . બીજી વખત બેલ વાગી એટલે જયાબેનસમજી ગયા કોઇ જાણીતાલાગે છે .કોણ હશે ? ધીરેથી દરવાજો ખોલ્યો . સામે ચંપકલાલ અનેચંપાબેન “જય શ્રી કૃષ્ણ નમસ્તે”કરીને ઉભા રહ્યા.."જગુભાઇ સંધવી..?અમરેલીવાળા.. કપોળ ?”“હા આ ઘર એમનું જ છે આવો આવો.."ચંદ્રકાંતે મામલો હાથમાં લીધો .આવકારો આપ્યો “પધારો”ઘર અંદર એકજ ખુરસી હતી પણ શેતરંજી પાથરીને જયાબેન તથા ચંપાબેન નીચે બેઠા.. હવે વાત શરુકોણ કરે ? પણચંપકલાલ ઉડતા પંખીને પાડે તેવા