એન એક્શન હીરો-રાકેશ ઠક્કરઆયુષ્માન ખુરાનાની 'એન એક્શન હીરો' ને થિયેટરમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મ જોયા પછી એને OTT માટેની કહી શકાય એમ છે. ફિલ્મ વાસ્તવિક્તાથી થોડી દૂર ભાગે છે. 'એન એક્શન હીરો' માં વિલન પહેલી વખત વિદેશ જાય છે છતાં આરામથી પિસ્તોલ લઇ જઇ શકે છે, જેવા કેટલાક દ્રશ્યો હજમ થાય એવા નથી. આયુષ્માનના ખતરનાક એક્શન દ્રશ્યોમાં મોટાભાગે ડુપ્લીકેટનો ઉપયોગ થયાનું જણાય છે. કેટલાક દ્રશ્યો વધુ પડતા નાટકીય લાગે છે. ફિલ્મને લંડનમાં લઇ જવામાં આવી છે તેનું કારણ કોરોના કાળમાં શુટિંગ કરવાનું હતું. એ બાબતે નિર્દેશકની ભૂલ કાઢી શકાય એમ નથી. એમણે લંડનની સુંદરતા બતાવી છે.આયુષ્માન જેવા અભિનેતાને બદલે