શ્રાપિત - 35

  • 2.7k
  • 2
  • 1.2k

આકાશનાં લગ્નની વિધિઓ પ્રારંભ થઇ ચુકી હતી. અંદર રૂમમાં રત્નાને જોવાં ગયેલી દિવ્યા અને ચાંદની પોતાના ઉદાસ ચહેરો બનાવી બહાર નીકળી. દિવ્યા મનમાં તો રત્નાની મમ્મીને કોશતી હતી. " એક વખત ચહેરો જોવા દિધો હોત તો શું અપશુકન થઈ ગયુ હોત ". મનમાં દિવ્યા બોલતી હતી. ચાંદની અને દિવ્યા બધાંની સાથે બેસીને લગ્નની ચાલતી વિધિઓ જોવાં લાગી. પંડિતજીએ કન્યાને મંડપમાં લાવવા કહ્યું. રત્ના નાં મામા અને તેની મમ્મી બન્ને ઘરમાંથી રત્નાને બહાર મંડપ સુધી લાવી રહ્યાં છે. લાલ રંગની ચમકતી સાડી પહેરીને મહેંદીથી રંગેલા હાથ વડે પોતાનાં ઘુંઘટને ઝાલીને રત્ના ધીમે-ધીમે મંડપ તરફ આગળ વધી રહી છે. બેઠેલાં બધાં મહેમાનો