તું અને તારી વાતો..!! - 4

  • 3.6k
  • 2.1k

પ્રકરણ-4 – “પ્રપોઝ વગરનો પ્રેમ....!!” તાળીઓના અભિવાદન બાદ વાતોડિયો વિજય ખુરશી ઉપર ચડી જાય છે અને કૉફી શોપમાં બેઠેલા દરેક વ્યક્તિઓનો હ્યદય પૂર્વક આભાર માને છે અને રશ્મિકા શરમાળ ચહેરાથી અને લાલફ્રેમના 2.5 નંબરના ચશ્માના કાચની પાછળ છુપાયેલી તેની અણીદાર આંખોની અદાથી વિજયને ખુરશી પર બેસવાનો ઈશારો કરે છે....... અણીદાર આંખોના ઇશારાથી ઘાયલ થયેલ વિજય શાંતિથી ખુરશી પર બેસી જાય છે અને સ્વભાવે વાતોડિયો હોવાથી તેનાથી રહેવાયું નહી એટલે તેણે રશ્મિકાને કહ્યું,- “ખરેખર તમે મનને ગમી જાય તેવું લખો છો...” “હા પણ ...આ કૉફી પીવાની છે..” રશ્મિકાની નાનકડી smile સાથેના પ્રતિઉત્તરમાં વિજય હકારમાં ધીમેથી માથું હલાવે છે અને બંને સાથે