દશાવતાર - પ્રકરણ 33

(154)
  • 3.7k
  • 1
  • 2.2k

          “અહીં આના ઉપર ઊભો રહે.” નિરીક્ષકે બેડ નીચેથી એક ગોળાકાર મશીન કાઢ્યું. એ એક થાળીના કદનું હતું. એણે ફરી વિરાટ તરફ જોઈને ઉમેર્યું, “બંને પગ મશીન પર મૂકી ઊભા રહેવાનુ છે, એકદમ સ્થિર.”           વિરાટે મશીન પર એક પગ મૂક્યો એટલે મશીનના આગળના ભાગના કાચના ડેસબોર્ડમાં સોય જેવો કાંટો હલ્યો. એણે બીજો પગ મૂક્યો. કાંટો થોડીવાર 70 અને 80ના આંકડા વચ્ચે ફર્યો અને અંતે 74 પર સ્થિર થયો.           નિરીક્ષકે કાગળમાં 74 કે.જી. લખ્યું. એણે વિરાટને ફરી બેડ પર બેસાડીને તેના હ્રદયના ધબકારા માપ્યાં અને કાગળમાં લખ્યું: