મા-બાપ છોકરાંનો વ્યવહાર

  • 3.8k
  • 2
  • 1.5k

            ઔરંગાબાદમાં એક મુસલમાનની છોકરી આવી, મેં પૂછયું, ‘શું નામ ?’ ત્યારે કહે છે, ‘દાદાજી, મારું નામ મશરૂર.’ પછી મેં કહ્યું, ‘શું કરું છું તું ?’ ત્યારે કહે, ‘ હું લેકચરર છું. ત્યારે મેં કહ્યું, ‘શાદી-બાદી કરી કે નથી કરી ?’ ત્યારે કહે, ‘ના. શાદી કરી નથી, પણ વિવાહ થયેલા છે.’ મેં કહ્યું, ‘ ક્યાં થયેલાં છે, મુંબઈમાં ? ત્યારે કહે ‘ના, પાકિસ્તાનમાં.’ ‘પણ હવે ક્યારે પૈણવાની છું ?’ ત્યારે કહે, ‘હવે છ મહિનામાં જ.’ મેં કહ્યું, ‘કોની જોડે ? ધણી કેવો ખોળી કાઢયો છે?’ ત્યારે કહે, ‘લોયર છે.’ મેં કહ્યું, ‘એની જોડે શાદી કર્યા  પછી તારો પ્રોજેક્ટ શો છે