‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 21-22

  • 4k
  • 1.7k

21 માનસરોવર.... આટલી ચમકતી એ બપોર ખરેખર હતી કે હવે થઈ ગઈ છે, સ્મૃતિમાં સોનેરી ? સૂરજ નીચે ઉતરી રહ્યો હતો. અમારાં માથાને બદલે ચહેરા પર આવી ગયો હતો, જાણે થાકેલા ચહેરા પંપાળવા, કોઈ બાપ-દાદાની જેમ. છબીમાં મારા ચહેરા પર અસ્ત થતાં સૂરજનો પડછાયો જાઉં છું, તો દૈવી આશીર્વાદ જેવુ લાગે છે. એ ત્યારે કેમ નહોતો દેખાયો ? હરિદ્વારના પરમાર્થ નિકેતનવાળાઓની ધર્મશાળા છે. ભારતીય તીર્થયાત્રીઓની સુવિધા માટે. સાદી છ-આઠ પથારીવાળી રૂમ. એક આઠ પથારી વાળી રૂમ અમને મળી છે. આખી યાત્રામાં પહેલીવાર અમે ત્રણ –હું, રૂબી, પંકુલ અને રૂપા તથા એનાં ફિલ્મ ઉદ્યોગવાળા સાથી એક જ રૂમમાં રોકાયા છીએ. એમનાં