દશાવતાર - પ્રકરણ 32

(157)
  • 3.8k
  • 2
  • 2k

“આ હૉલ-વેના છેલ્લા ઓરડામાં તારી પરીક્ષા છે.” વ્યવસ્થાપકે પાછળ જોઈ કહ્યું. તેનો અવાજ હજુ એમ જ નમ્ર હતો. એના અવાજમાં તેના ઉમરની અસર પણ ભળતી હતી. તેનો અવાજ એકદમ ખોખરો હતો. તેની ઉમર પણ ખાસ્સી એવી હતી. તેના ચહેરા પર કરચલીઓ હતી અને આંખો જરા ઊંડી ઉતરી ગઈ હતી. જોકે તેમાં હજુ નિર્ભય જાતિની ચમક એમને એમ હતી. એકાએક તે અટક્યો અને પાછળ ફર્યો, થોડીકવાર સ્ટેજને જોઈ રહ્યો અને કહ્યું, “સાંભળ, આ પરીક્ષાનો પ્રથમ તબક્કો છે. આ તબક્કામાં તારા શરીરની શક્તિ અને તારા શરીરની રચના તપાસવામાં આવશે.” વિરાટ કઈ બોલ્યો નહીં તેણે માત્ર માથું હલાવી તે સમજી ગયો છે એમ