દશાવતાર - પ્રકરણ 31

(156)
  • 4.1k
  • 1
  • 2.1k

નિર્ભય સિપાહીઓએ માઇકમાં દૈવી પરીક્ષાની ઘોષણા કરી એ સાથે જ શૂન્ય યુવકોને લઈને તેમના માતા પિતા કે વડીલો જે તેમની સાથે હતા તે ગૃહમાં ભેગા થવા માંડ્યા. થોડીક મિનિટોમાં ગૃહની દરેક ખુરશી પર શૂન્ય હતો. દરેક યુવકના સાથે વડીલ શૂન્ય તેની બાજુમાં બેઠો જેથી તેને રાહત રહે. બધા જાણતા હતા કે દૈવી પરીક્ષામાં નિષ્ફળ જનાર સાથે શું થાય છે. આજે કોણ પોતાના દીકરા કે દીકરીને કાયમ માટે ગુમાવી નાખશે એ નક્કી નહોતું. દરેકના હ્રદયમાં ફફડાટ હતો. ગૃહ  ચમકતા લોખંડની ખુરશીઓ અને ઉદાસ ચહેરે બેઠા શૂન્યોથી ભરાયેલુ હતું. વિરાટ અને નીરદ ગૃહમાં જમણી તરફ દીવાલ નજીક બનાવેલા લાકડાના પ્લેટફોર્મની બરાબર સામે