દશાવતાર -પ્રકરણ 30

(155)
  • 3.5k
  • 2
  • 2k

તે રાત્રે વિરાટ સૂઈ ગયો ત્યારે તેને સમયનો ખ્યાલ નહોતો. મંદિર કે ટાવર ગમે તે હોય તેનું પહેલું સ્વપ્ન તેણે એ રાતે જોયું. તે કોઈ સ્વપ્ન જેવું નહોતું પણ જૂની યાદ જેવું હતું. તેથી તે સ્વપ્ન પછી, તેણે તેના માટે વાસ્તવિક સ્વપ્ન નામ રાખ્યું. મંદિર અંધારીયુ અને ઠંડુ હતું. વિરાટ ત્યાં હતો પણ તે અલગ હતો. તેની ઉંમર લગભગ ત્રીસ વર્ષની હતી પણ તેનો ચહેરો હાલના જેવો જ હતો, બસ ફરક એટલો હતો કે તેને દાઢી અને મૂછ હતા અને તેના વાળ ટૂંકા કાપેલા હતા. પ્રથમ સ્વપ્નમાં, તેણે ફક્ત મંદિર જોયું. તે એક ટાવર જેવું હતું, ઊંચુ અને ઊંચુ, તે