ણપત પોતે કાર દ્રાઇવ કરીને ધીમે ધીમે મહાદેવનાં ક્ષેત્ર તરફ આગળ વધી રહેલો અને સ્થાનકનું મહત્વ સમજાવી રહેલો. દેવ આશ્ચર્યથી અવાચક થઇ ગયો એણે જોયું શેષનાગ ભગવાનની મોટી મોટી મૂર્તિઓથી દરવાજા બનાવેલાં... જ્યાં જુઓ ત્યાં પૌરાણીક મૂર્તિઓ, ચિત્રોનાં દર્શન થઇ રહેલાં. વિરાટ મંડપ દૂરથી દેખાઈ રહેલો અને ત્યાંથી પસાર થયો ત્યારે જોયું કે કેવો ફૂલોનો શણગાર હતો, તોરણો અને સેરોથી સુંદર સુશોભન કરવામાં આવેલું હતું આ એક મેદાન જેવો વિસ્તાર હતો.ગણપતે હવે કાર ઊંચાઈ તરફ લેવાં માંડી... ઢોળાવો ગોળ ગોળ ચઢીને એમનાં ફાર્મ હાઉસ તરફ ગાડી જઈ રહી હતી અને થોડીક ઊંચાઈ ઉપર ઘનઘોર જંગલની વચ્ચે ખુલ્લું મેદાન અને ખુબ