(બચાવો બચાવો ની ચીસ સાંભળતા જ એક પળનો પણ વિલંબ કર્યા વગર જીગ્નેશ ચીસની દિશામાં દોડયો) હવે આગળ વાંચો.. એ નવેક વર્ષની છોકરી હતી. એણે લાલ રંગનુ ફરાક પહેર્યું હતુ.અને એના એ લાલ રંગ જોઈને જ આખલો ભુરાયો થઈને એની પાછળ દોડી રહ્યો હતો. અને એ આખલાની પાછળ પાછળ એ છોકરીની માં દોડી રહી હતી. અને. "બચાવો... બચાવો... કોઈ મારી દીકરીને બચાવો...,"એ રીતની એ બુમો પાડતી આખલાની પછવાડે દોડી રહી હતી."બા આ... બા આ..."કરતી એ નાની બાળકી પણ ચીસો પાડતી. મુઠ્ઠીઓ વાળીને દોડી રહી હતી. એ સ્ત્રીની અને એની છોકરીને ચીસો સાંભળીને ગામના ઘણા લોકો તમાશો જોવા દોડી આવ્યા હતા.