ડાયરી - સીઝન ૨ - રક્ષાબંધન

(13)
  • 5.6k
  • 3.6k

  શીર્ષક : રક્ષાબંધન સ્ત્રીરક્ષાનું અનેરું પર્વ©લેખક : કમલેશ જોષી શ્રાવણ સુદ પૂનમનો દિવસ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી ભાઈ પાસેથી રક્ષાનું વચન મેળવે છે. એવો કોઈ ભાઈ નહીં હોય, જે નાનપણમાં બહેન સાથે ઝઘડ્યો ન હોય. એવી એકેય બહેન નહીં હોય, જેણે નાનપણમાં પપ્પા પાસે ભાઈની નાની-મોટી, સાચી-ખોટી ફરિયાદ કરી ભાઈને વઢ નહીં ખવડાવી હોય. એવો એકેય ભાઈ નહીં હોય, જેણે બહેનના લગ્ન ધામધૂમથી થાય એ માટે પોતાની તમામ બચત ખર્ચી ન નાખી હોય. એવી એકેય બહેન નહીં હોય, જેણે ભાઈના તમામ દુઃખ દૂર થાય એ માટે સાસરે ગયા પછી પણ પગે ચાલી દર્શને જવાની કે