બિન્દાસ

  • 3.6k
  • 1
  • 1.5k

હીમા કાગળ અને પેન્સિલ લઈને બેઠી હતી. આજે સવારથી મન ઉદ્વિગ્ન હતું. કેમે કરી મનને વાળી શકતી નહોતી. યોગનું પાલન કરતી, દરરોજ સવારે પ્રાણાયામ કરી ધ્યાનમાં બેસતી. વિહવળ મન તેની એક પણ વાત માનવાને તૈયાર ન હતું. આજે તેણે નક્કી કર્યું જો મનનો ઉભરો કાગળ પર લખીને ઠાલવીશ તો કદાચ કંઈ ફરક પડે. સારું હતું હિરેન ઘરમાં ન હતો. કલમને બસ તું સડસડાટ ચાલવા દે હૈયાની વાણીને બિન્દાસ વહેવા દે ‘ પાછું તું એ બાબતમાં શામાટે વિચારે છે?’ ‘શું કરું મારું મન કાબૂમાં નથી હોતું.’ ‘જો સાંભળ, એમ સમજ કે હવે તારી એની સાથે લેણદેણ પૂરી થઈ ગઈ.’ ‘હું પણ