વસુધા - વસુમાં - પ્રકરણ  - 69

(57)
  • 3.4k
  • 3
  • 1.6k

દૂધ સહકારી મંડળીનાંજ મકાનમાં મીટીંગની તૈયારીઓ ચાલે છે. ગુણવંતભાઈએ બધાં સભ્યોને મીટીંગમાં હાજર રહેવા ખાસ આગ્રહ કરેલો. વસુધા, સરલા, ગુણવંતભાઈ, રમણભાઈ, કરસન, ભાવના, રશ્મી, કાશી આહીર, બધાં હાજર હતાં અન્ય દૂધ ઉત્પાદકો, પશુપાલકો જે કોઈ મંડળીમાં સભ્ય હતાં તે બધાં હાજર હતાં. ધીમે ધીમે બધાં પોતાનાં સ્થાન ગ્રહણ કરી રહેલાં. છેલ્લે છેલ્લે લખુભાઈ સાથે ગુમાસ્તો પ્રવિણ પણ આવી ગયો. લખુભાઈએ કહ્યું “માફ કરજો થોડું મોડું થયું પણ મારે ખેતરે ખેતીવાડી ખાતાવાળા પાક સંરક્ષણનું નિર્દેશન આપવાં આવેલાં અને મેં એમને વિનંતી કરી છે કે તેઓ ગામમાં ગ્રામ સેવકો સાથે રાખી દરેક ખેડૂતને ખેડૂત સભા કરીને બધી જાણકારી આપે.”હાજર સર્વ સભ્યોએ લખુભાઈનું