(કાંતું માસીને લઈને દૌલત નગર જાય છે...) ચકોરીની માસીને જોઈને અંબાલાલે અણગમા ભર્યા સ્વરે કાંતુને પૂછ્યુ."આ ડોસ્લીને કેમ અહીંયા લાવ્યો છો?" જવાબમાં કાંતુએ કહ્યું "શેઠ. કેશવને અમે ખુબ ગોત્યો. પણ ક્યાંય એનો પતો ન લાગ્યો. અમે એને.એના ગામ. રામપુરમાં એને ઘેર જઈને શોધ્યો. અને પાલીમાં પણ એને સોમનાથના ઘેર શોધ્યો. પણ કોણ જાણે એ ક્યાં અલોપ થઈ ગયો. પછી મને થયું કે આ માસીને કદાચ ચકોરી ક્યાં જઈ શકે એની જાણ હોય. એટલે અમે એને તમારી પાસે લઈને આવ્યા." કાંતુએ માસીને અહી શું કામ લાવ્યો એનો ખુલાસો કર્યો. એટલે અંબાલાલે માસીની સામે જોઈને એને કરડાકી થી પૂછ્યું."બોલ એ ડોશી. શું