ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. ધરતી પરથી ઉષા રાણી ધીરે ધીરે વિદાય લઇ રહી હતી. અને વસંતનો મીઠો તડકો સૂરજ ફેલાવી રહ્યો હતો. સોનલ પોતાની રૂમમાં સૂતી હતી. એના ફોનની ઘંટડી વાગી. બહાર બાલ્કનીમાં કલબલ કરતા પંખીઓના અવાજ ને અવગણી ને સુવાના પ્રયાસો પર પાણી ફરી વળ્યું. ગઈ કાલે પૃથ્વી સાથે ગુજારેલ 5-6 કલાકની મીઠી યાદમાં મૂંઝાયેલ સોનલને માંડ 3 વાગ્યે ઊંઘ આવી હતી. ઊંઘથી ભારે થયેલા પોપચાં સહેજ ખોલીને એણે ઓશિકા નીચે દબાવેલો ફોન બહાર કાઢ્યો અને સ્ક્રીન પર નજર માંડીને જોયું તો મોહિનીનો