‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 19-20

  • 3.2k
  • 1.4k

19 - ઓક્સિજનનું સિલિન્ડર ક્યાં મૂક્યું છે ? ધીમા અવાજમાં એક શેરપા આવીને એજન્ટને પૂછે છે. એજન્ટ મારી પાસે ઊભો હતો, ભોજન વખતે. આ સાંભળી મારા કાન ચમક્યા. એ ધીરે રહીને પાછળ ગયો છે. કોઈ ગાડીમાં મૂક્યું છે સિલિન્ડર. ગ્રૂપમાં ગભરાટ ફેલાઈ ન જાય. કોણ બીમાર છે ? -     તમને ખબર નથી ? ચેન્નાઈવાળા મહારાજજીની તબિયત બહુ ખરાબ છે. નિયાલમ પછી એ ખરેખર દેખાયા નહોતા. અત્યારે વિચાર્યું તો યાદ આવ્યું. એકાદ વાર એમનો વિચાર પણ આવ્યો હતો, પછી થયું કે ગાડીઓના કાફલામાં ક્યાંક પાછળ રહી ગયા હશે. જાણવા મળ્યું કે મધુમેહની બીમારી હતી. આયુર્વેદિક દવા લેતા હતા. અહીં એ દવાએ