ભક્તિ અને મુક્તિ

  • 3k
  • 1
  • 1k

  પ્રશ્નકર્તા: દાદા, આ ભાઈ તો ભગત માણસ છે. દાદાશ્રી: ક્યાં સુધી ભગત રહેવું છે ? જન્મોજન્મ સુધી ભગત જ રહે અને જો કોઈ અવતારમાં ભૂલ-થાપ ખાધી ને ભગતોમાં ય કોઈ કુસંગ મળી ગયો તો ? કેન્ટીનમાં લઈ જાય; અને એ જ ફસામણ છે !          જ્યાં સુધી જ્ઞાની ના મળે ત્યાં સુધી ભક્તિ માગવી ને જ્ઞાની ને જ્ઞાની મળે તો એમની પાસે મોક્ષ માગવો, જ્ઞાની કાયમી ઉકેલ લાવી આપે. ભગતો ભગવાનને શા માટે સંભારે છે ? તો કે’ આત્મજ્ઞાન માટે. પણ આત્મજ્ઞાન એ તો તારું પોતાનું જ સ્વરૂપ છે, પણ તેનું તને ભાન નથી ને ? જગતમાં તો બધે