મારી કવિતા

  • 4.7k
  • 1.2k

1.હું હું નથી અને તું તું નથી,તો છીએ કોણ?સમજવુ રહ્યું.માણસ શું માણસ જ છે?આ તો ઈતિહાસમાં જોવું રહ્યું.વાડ પરથી વેલો નીચે પડ્યો,જોડાયેલો હતો કે છૂટો શોધવું રહ્યું.ધોધમાર વરસાદ વરસી ગયો,રોડ ભીંજાયો કે ઘર,જોવું રહ્યું.હાથ જોડી આંખ બંધ કરી,દર્શન કોના થયા, વિચારવું રહ્યું.-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી."રાહગીર".ઉંટવા.2.છુપાવી બેઠો છે.એટલું બધું છુપાવી બેઠો છે,ઝાકમઝોળ પણ અંધારી લાગે છે.કોઈ બોલે મીઠા શબ્દો હવે તો,બાણથી પણ ઘાતક વાગે છે.આંખ ભીની નથી પણ રડતો દેખાય છે,ચહેરા પરનો પસીનો અશ્રુ લાગે છે.હવે વાત કરીશ કે વિવાદ કરીશ તું,ઊંઘમાં પણ એતો હવે જાગે છે.શરીર તો છે જ એનું એની સાથે,આ તો આત્મા હવે દૂર ભાગે છે.-રોનક જોષી "રાહગીર".ઉંટવા.3.લે આવી