- રવિ એચ. ગુજરાતીડાયરી નું પ્રથમ પેજ ખોલ્યું અને વાંચવાનું ચાલુ કર્યું. પ્રથમ પેજ પર કોલેજ ની વાતો જોઈ એટલે પાછળ પેજ પલટાવ્યા અને આગળ વાંચવા લાગી. તેમાં અકસ્માત બાદ બધી વાતો એવી રીતે લખી હતી કે જાણે નજર સામે તે ઘટના છવાય જાય. નેહા ધીરે ધીરે બધું વાંચવા લાગી, અકસ્માત અને બાદની ઘટના વાંચી ત્યારે, આંખ માંથી આંસુ વહેવા લાગ્યા. આટલું વાંચી અને ડાયરી બંધ કરતી હતી, ત્યાં પાછળ થી આવજ આવ્યો "આટલું વધારે લાગી આવ્યું, કે વધારે દુઃખદ રીતે લખ્યું છે, આમ પણ બધા કહે છે, હું વધારે દુઃખદ રીતે વર્ણવું છું" નેહા ધીરે રહીને ડાયરી બંધ કરી