વાર્તા :- બાળક કરે શિક્ષકોની ફરિયાદવાર્તાકાર :- શ્રીમતી સ્નેહલ રાજન જાનીદરરોજની જેમ આજે પણ શૌર્ય સ્કૂલેથી આવ્યાં પછી પોતાની બેગ, શૂઝ અને અન્ય વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકી હાથ પગ ધોવા ગયો અને પછી યુનિફોર્મ પણ બદલી લીધો. શહેરની પ્રખ્યાત અંગ્રેજી માધ્યમની શાળામાં એ ભણે છે. પણ આજે એનો મૂડ કંઈક અલગ જ લાગતો હતો. એની મમ્મી નેહાએ આ નોંધ્યું હતું. તરત જ કશું પૂછવાને બદલે પહેલાં એણે એને માટે નાસ્તો અને દૂધ તૈયાર કર્યા અને એની સાથે એ પોતે પણ ટેબલ પર નાસ્તો કરવા બેઠી.શૌર્ય થોડો નાસ્તો કર્યા પછી કંઈક અલગ મૂડમાં આવ્યો હોય એવું લાગતાં જ ધીમે રહીને નેહાએ